મૃગજળ સાથે ની વાતો-1

પ્રસ્તાવના

ઘણા સમયથી fiction લખવાનો વિચાર કરતો હતો પણ લખી ન હતું શકાતું. કેમકે કાલ્પનિક પાત્રો થકી વારતા બની જ તો જાય પણ તે પાત્રો ના અનુભવ તો આ દુનિયાના જ રહેવા ના. એટલે જ તો વારતા આપણ ને જકડી રાખે છે. એની અંદર ના પાત્રો માં આપણે આપણી ઝલક મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા હોઈએ છીએ. આ મારી પહેલી વાર્તા છે. જે એક conversation based story છે.

તમને ગમે તો માણી લેજો. આમાં ફક્ત વાતો છે. એમાં તમારે દોસ્તી ગોતવી હોય તો દોસ્તી અને પ્રેમ ગોતવો હોય તો પ્રેમ. તમે આ બધી વસ્તુઓ ગોતી શકશો.મારે માટે આ બે વસ્તુઓ એક બીજા ની પૂરક છે. એક બીજા સાથે કરેલી વાતો જ એક વસ્તુ છે જે જીવન નો અર્ક બનાવે છે.

આ વાર્તા કેટલા ભાગમાં આવશે એની મને ખબર નથી. કેમકે આ Never Ending Story છે.

આ વાર્તા Pratilipi પર step by step release થશે. મારા blog ઉપર પણ તમે આને વાંચી શકશો.

મૃગજળ સાથે ની વાતો-1

21મી સદી નો બીજો દશકો (decade) ચાલી રહ્યો હતો. આપણા પપ્પા અને મમ્મી ઓની generation FB પર તાંડવ મચાવતા હતા. એટલે જ young generation ઈન્સ્ટાગ્રામ પર active થઈ ગયી હતી.

Harsh બેઠા બેઠા એના ઈન્સ્ટાગ્રામ ની feeds ને refresh કરી રહ્યો હતો.આ એનો best time pass હતો. અચાનક એક ઓળખીતા વ્યક્તિ ની story નજર માં આવી. એણે click કર્યું અને જોવાનું ચાલુ કર્યું.

આમે લોકો ને social media ખૂબ ગમતું હતું. કેમકે બધા પોતાના જેવા weirdo મળી જાય તો મોજ પડી જાય. પહેલા મેળા ભરાતા મળવા માટે અને હવે તો ક્યાંય બહાર જવા ની જરૂર નથી.

Story load થતા ની સાથે જ એક question નું box આવ્યું. Ask me Anything ?

Actually માં એ એક Feature છે ઈન્સ્ટાગ્રામ નું જેના થકી તમે વિચાર કે સવાલ કહી કે પૂછી શકો. Chatting સ્ટાર્ટ કરવાની આ ખૂબ જ જૂની trick છે. હર્ષ એ 2 મિનિટ વિચાર કર્યો. કે કાંઈ એવું લખી ને મોકલી એ કે સામે reply અચૂક આવે.

હર્ષ ની આમે ટેવ હતી કે લખો એવું કે સામે વાળો બંધાઈ જાય અને તમારી સાથે વાત કરવા મજબૂર થઈ જાય. બન્યું પણ કાઈક એવું જ. Harshita ને સામે reply કરવો જ પડ્યો.

આમ તો કાંઈ ખાસ ઓળખાણ ન હતી Harshita ને કે આ કોણ છે અને ક્યાં રહે છે. બસ એક જ school માં હતા અને mutual friends through ઓળખતા હતા. એનાથી વધારે કાઈ નહીં.
Harsh એ સવાલ પૂછ્યો હતો કે 5th standard ની અંદર જે Barbie Doll વાળો કંપાસ ખોવાઈ ગયો હતો એ મળ્યો કે નહીં?

(કેમકે ત્યારે Harshita એ રડી ને આખો class ગજવી મૂક્યો હતો.)

Harshita એ બે આંખો પહોળી કરી ને પૂછ્યું કે તને આ વાતની કેવી રીતે ખબર છે? (😲😲)

(Conversation ની મજા ત્યારે જ આવે જ્યારે તમે એક સમાન nostalgia share કરતા હોવ અથવા તો તમે nostalgia create કરો.)

હવે વારો Harsh નો હતો કેમકે જાણવાની ઉત્કંઠા જ આગ ની અંદર ઘી નાખે છે.

(કૌંસમાં બેઉ જણા પોતાની જાત સાથે વાતો કરતા હોય એની ઝલક છે.)

Harshita- તને કેવી રીતે યાદ છે આ incident.

Harsh- Memory power sharp છે મારો 😜

(Harshita-આ કોક નવી નોટ આવી છે. હાલ જરાક વાત તો કરી એ.)

Harshita- એ તો હોવો જ જોઈએ ને.

Harsh- જી હા. કેમકે ભેંકડો તાણી ને તે કાનના પડદા ચીરી કાઢ્યા હતા. 😆

Harshita- 😆😐. એ મને ગમતો કંપાસ બોક્સ હતો બે.પણ તું મારા જ class માં હતો એ યાદ નથી આવતું. 😁

(Harsh- લો થઈ ગયું કલ્યાણ. નવાઈ ના nostalgia share કરવા નીકળ્યા હતા.)

Harsh- 🤐. અરે હું તો રહ્યો હતો introvert. અડધા class ને મારી હાજરી ની ખબર ન હતી. પણ હું દરેકના observation લેતો હતો.એટલે બીજા બધા ની stories યાદ છે.

Harshita- અચ્છા એમ કે….
Harsh- વાંધો નહીં યાદ કરજે તુ તારે.😉

Harshita- 🤗

(Harsh- હવે કાઈ ઝાઝું ખેચાત એમ લાગતું નથી. હવે તો નીકળી જવામાં જ મજા છે.)

Harsh- અરે યાર હવે વાત કરવા માટે કોઈ ટોપિક નથી મારી પાસે.

Harshita- Same here.

Harsh- તો કાંઈ નહીં મળતા રહેજો. Stay Connected. Feel free to contact.
*
Harshita ના મન ની અંદર સવાલો ઘૂમરી ખાઈ ને વળી રહેતા હતાં. કે Harsh ને આવો નાનો incident કઈ રીતે યાદ રહ્યો અને પાછો એ મારી સાથે well connect હોય એવો ?

એ ઘટના ને બને 10 to 12 years નો સમયગાળો થઈ ગયો છે. છતાં એને યાદ છે.

Harshita આમ તો એને social media થી ઓળખતી હતી પણ ક્યારેય notice નહતું કર્યું એણે. તેણે Harsh નું FB account open કર્યું અને feed જોવા લાગી. એક blog મળ્યો જેમાં લવારી કરી હતી. બીજા અમુક sarcastic content share કર્યા હતા એવી post મળી.
તેણે યાદ કરી જોવાનો પ્રયત્ન કર્યો પણ આવા નામનો માણસ તેને યાદ ન આવ્યો.

બીજી બાજુ Harsh ને થયું કે આ ઉંધુ તો નહીં વિચાર કરે ને કે મને કેમ એની આ વાતો યાદ રહી છે. પણ તીર નીકળી ચૂક્યું હતું અને હવે પાછું ફરવા નો કોઈ scope ન હતો. Harsh આ બધા વિચાર ને પાછા મૂકી ને એનું કામ કરવા માટે આગળ વધ્યો.
To be Continue.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s