મૃગજળ સાથે ની વાતો-2

આશરે એકાદ મહિના જેટલો સમય થઈ ગયો હશે Harshita સાથે ના conversation ને. આમે એનું social media પર presence ઓછું હતું. Harsh ને એ વાત ની ખબર હતી.

આમ તો Harsh એ 10th પછી diploma લીધું હતું, પણ એને 3rd થી 10th standard ની batch ના દરેક છોકરા-છોકરીઓ ના નામ અને ચહેરા યાદ હતા. કેમકે 7 years લગી એક જ લોકોની હાજરી teacher નામ લઈને ભરે એટલે ગોખાઈ જ જાય.

Harshita એ તો 11th માં એજ school ની અંદર continue કર્યું હતું. એણે Architect ની અંદર admission લીધું હતું. Harsh એ બહુ પહેલા request મોકલી હતી પણ Harshita એ accept ન હતી કરી. એ સમયે Harsh diploma ના લાસ્ટ યર માં હતો. Harshita એ Harsh request ની એના Architect ના 2nd year ની અંદર accept કરી હતી.

Harsh ને આમે social Media ની અંદર થી લોકોનું મન વાચી લેવાની આદત હતી. તે ખૂબ જ active રહેતો હતો અને literature નું ઘેલું લાગ્યા પછી તો એ sarcasm ની અંદર પાવરધો બની ગયો હતો. અમુક post ને કારણે તો ઘણી વાર છોકરીઓ offensive થઈ જતી.

છેલ્લા એકાદ મહિના ની post ની ઉપર Harshita ના Haha reacts આવા મંડ્યા હતા. Harsh ના માટે એની fb or insta post એક human behavior ના analysis માટે હતી. એની પાસે માણસને મળ્યા વગર એની characteristics ને જાણવા માટે social media પર લોકોના રીસ્પોન્સ એના માટે કાફી હતા.

Harsh ને પણ Harshita ના sarcastic સ્વભાવ નો અંદાજ લાગવા લાગ્યો હતો. હજુ Harshita ખૂલી ને વાતચીત ન હતી કરતી. કેમકે ઓળખાણ એક જ પક્ષે મજબૂત હતી પણ એના કારણો જુદા હતા. Virtual platform પર લોકો વાતો કરી ને મજાક બનાવવા વાળા ઘણા હતા. Harsh સારી રીતે Harshita નો ખચકાટ સમજતો હતો.

(એવા માં જ sacred games ની પહેલી season બહાર આવી. Harsh એ તો જોઈ ને એના meme મૂકવાના ચાલુ કર્યા. અને અહીયા આગળથી એને એક meme partner મળી ગયો.)

Harsh એ instagram ની story માં લખ્યું હતું કે….

Gaytonde – Apun hi bhagwan hai.

Kukkoo – Par Jannat to mere pass hai.

End of Sasu-Bahu drama from Indian Industry.

Chat-

(Harshita– એના મોઢા પર blushing આવી ગયું આ

Story જોઈને. અને એનો reply આયો.)

Harshita– Ahm Bramasmi.😂😉

(Harsh નો ચહેરો પણ ખીલી ઉઠ્યો કેમકે એનો અંદાજો સાચો પડ્યો હતો.)

Harsh– 😂😂😂 kukkoo is love yarrr…..

Harshita– હા બે મોજ પાડી દીધી.

Harsh – Yup. હવે સાસુ-વહુ ના drama વાળી serials થી છૂટકારો મળશે.

Harshita– સાચી વાત યાર. એકદમ perfect satire હતું.😆

Harsh– Yup

(Instagram Notification- Harshita Liked your msg)

(Harshita એ પાછળ ફરીને પોતાના project ઉપર concentrate કર્યું. કેમકે છોકરા ઓ વાતો કરવા માટે બહુ desperate હોય છે, એ વાત Harshita અનુભવ થી જાણતી હતી. પણ અંહી કાઈક અલગ લાગતું હતું. એ પાછા બધા વિચાર ને ખંખેરી ને એનું કામ કરવા લાગી.)

***********

ક્ષણો ના સંવાદ ઘણી વખત મહત્વ ના બની જતા હોય છે.કેમકે ધીમી પણ મક્કમ શરૂઆત એક મજબૂત સંબંધ ના પાયા નાખે છે. આ વસ્તુ Harsh અને Harshita સારી રીતે સમજતા હતા.

એક સાંજે Harsh હીંચકા પર બેસી ને કાંઈક લખી રહ્યો હતો.નવરો પડે એટલે બેસે છાપવા. રાત ના નવ વાગ્યા હતા. Harsh તૈયાર થયો અને લટાર મારવા માટે નીકળી પડ્યો. રોજે રાત્રે નવ વાગે મહાદેવ ને ત્યાં જવું એની આદત બની ગઈ હતી.

રસ્તા માં હળવેકથી પાણીપુરી ખાતી છોકરીઓ સામે નજર નાખી ને એ મહાદેવ ના ત્યાં પહોચ્યો.વડલા આગળ બે-પાંચ economist કાકાઓ GDP નો rate ઉંચો કેવી રીતે લાવો એની પર ચર્ચા કરી રહ્યા હતા.

Harsh ની નજર મંદિર ના પગથિયાં ઉતરતી Harshita પર પડી. Harsh જરાક ખચકાયો. (આમે સામે વાત-ચીત કરવામાં પાવરધો ન હતો તે )

એણે વિચાર કર્યો કે અત્યારે વાત કરવી બરાબર નથી. હજુ એ સમય નથી પાક્યો. Harsh મંદિર ની બહાર આવેલી એક નાની દેરી એ માથું ટેકવી ને ઉભો રહ્યો. Harshita આમ તો એ area માં ન હતી રહેતી એની Harsh ને ખબર હતી. કદાચ અચાનક આવી હશે. કેમકે ચાર એક વર્ષના સમયગાળામાં આવુ પહેલી વાર બન્યું હતું.Harshita નીકળી ગયી. ત્યાર બાદ Harsh આરામ થી મંદિર ના સ્તંભ પર પીઠ ટેકાવી ને બેઠો.

Harsh એ મહાદેવ સાથે સંવાદ કરવા નો ચાલુ કર્યો. કેમ મહાદેવ આપણો ભૂતકાળ સામે આવી જાય છે.આવી ઘટના દિલ ને તમારો ઈશારો લાગે છે અને દિમાગ ને coincidence.મહાદેવ આ તર્ક અને નિયતિ (destination) વચ્ચે કેમ ઝૂલતા રાખો છો.ભૂતકાળ ની બધી જ યાદો એક પછી એક film ની જેમ યાદ આવતી ગયી. મહાદેવ ને મૂકી ને એના મન સાથે જ વાત કરવા લાગ્યો.

આ છે વાતો તારી અને મારી થઈ જાશે એક કહાની,આ સાંજ છે મજાની.

તુ છે મૃગજળ મારા જીવન નું……

પોતાની જ કવિતા ને ગણ-ગણ તો એ મંદિર ની બહાર આવ્યો અને તેણે ઘર તરફ ડગલાં માંડ્યા.

(ત્યાં જ એને મિલાપ એ કહેલું વાક્ય યાદ આવી ગયું. કે મન માથી કોક એક જણ ની exit થાય તો નિયતિ (destiny) બીજો alternative શોધી જ લે છે.)😀

Harsh ને તો એમ હતું કે Harshita ને મારી હાજરી ની ખબર જ નહીં પડી હોય પણ એનુ illusion હતું એ. Harshita એ પણ notice કરી જ લીધું હતું પણ એની સાથે પણ વાતચીત ને શરૂ કરી શકે એવું કાંઈ કારણ ન હતું તેની પાસે.

સમય અને સંજોગો એવા બન્યા હતા કે એમણે એક બીજા ની જાણ બહાર પોતાની હાજરી પૂરાવી નાખી હતી.

Harshita ના ભૂતકાળ ના અનુભવ સારા ન હતા. અને આમે એના મુજબ virtually જેની સાથે વાત કરી હોય એને અચાનક મળવા માં એ પણ ખચકાટ અનુભવતી હતી. એટલે જ એને Harsh સાથે વાત ચાલુ કરવી ઠીક ના લાગી.

To be continue….

2 thoughts on “મૃગજળ સાથે ની વાતો-2

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s