મૃગજળ સાથે ની વાતો – ૩

(Social media એ ઘણા reforms લાવી દીધા છે. અહીયા વાતો કરતી વખતે એક scientist ને શરમાવી દે એવું observation લેવાતું હોય છે. મારા એક friend જોડે તો છોકરી કેવો અને કઈ રીત નો reply આપશે એના માટે એની પાસે 10 iteration તૈયાર હોય છે. કાશ આટલા iteration અમે fluid power ના projects ની અંદર લગાવતા હોત. સામે મોઢે શરમાઈ ને વાત કરતી જનરેશન ને social media આશીર્વાદ સમાન લાગે છે. Social media ની availability એ ધીરજ અને તડપ ની પરિભાષા બદલી નાખી છે. હવે અમે એના ઝરુખે આવા ની રાહ નથી જોતા પણ એના Instagram ની profileની અંદર green dot આવે એની રાહ જોવી અમને ગમે છે.

ના ના આપણી વાર્તા ચાલુ જ છે.

Harshita And Harsh)

Harshita ના લેક્ચર ચાલુ હતો. આર્કિટેક્ટ ના કોઈ બહુ મોટા સાહેબ external lecture લેવા અાવ્યા હતા. Harshita ના mobile ની અંદર એક notification આવી કે Harsh એ તમારી insta story પર react કર્યું છે. Harshita એ ખાલી MSG ને લાઈક કરી ને mobile બાજું પર મૂકી દીધો. કેમ કે Harsh એક obvious જવાબ માગતો હતો. પણ એ Harshita હતી. એ બરાબર જાણતી હતી કે Harsh કેમનો સખણો રાખવો.

કેમકે Harsh ને વાતો વાતો માં સમય મર્યાદા નું ભાન ન રહેતું. એ તો મચી જ પડતો સવાલ જવાબ પૂછવામાં.Harshita એના career પ્રત્યે સભાન હતી અને ભૂતકાળ ના melodrama એ એના મગજ ના તાર હલાવી કાઢ્યા હતા.એટલે એને બકચોદી ફાવતી ન હતી.

એક બાજુ Harsh એના વિશે વધુ જાણવા માગતો હતો પણ એને હજુ ઘણી લાંબી દડમજલ કાપવા ની હતી.

Harsh ક્યારે Harshita typing કરે એની રાહ જોતો બેસી રહ્યો. પણ જવાબ તો આવ્યો જ નહીં.😂

હવે તો Harsh એ પણ નક્કી કર્યું હતું કે સાલું આને જવાબ આપવો જ નહીં એટલે જ એક cold war ફાટી નીકળ્યું હતું. બન્ને જણા એક બીજા ની સ્ટોરી પર react તો કરતા પણ જો હરામ બરાબર વાત initiate કરે તો.Harshita ના મન માં એક soft corner developed થયો હતો કે આનું sense of humour તો સારું છે પણ છોડો ને યાર કોણ પાછું બધું ચાલું કરે.

એવા માં નવરાત્રી આવી અને આસો (A Month in Gujrati Calender) નામક મહિનો એની સાથે રમઝટ લઈ ને આવી ગયો. આ નવરાત્રી ની જ કાંઈક અસર હશે કે ગરબા રમી ને થાકી ગયેલી છોકરી ઓની છાતી જ્યારે ઉભડક થઈ ને શ્વાસ લે છે ત્યારે દુનિયા ની બધી જ rytham નો સંગમ એ પળ ની અંદર થાય છે. બધા જ લોકો ની એક fantecy હોય છે કે એમના મન ગમતા માણીગર સાથે રાસ રચી શકે. કેમકે એ પળની અંદર તો Harsh પણ infinite loop ફરવા માંગતો હતો અને એની પાસે opportunity હતી.

Harsh ને થયું કે ભગવાન IIM Ahmedabad ને ૧૦૦ વર્ષ જીવાડે.

વાત એમ હતી કે IIM Ahmedabad ની અંદર 3 દિવસના ગરબા રમાતા અને દરેક દિવસે અમુક selected કોલેજ ના students ને pass મળતા. સંજોગો વસાત Harsh and Harshita ની કોલેજ એક જ દિવસે listed થઈ હતી. HARSHITA નો ગરબા નો શોખ Harsh જાણતો હતો.(Again a so called prediction) એને ઊંડે-ઊંડે Harshita ત્યાં મળે એવા સપના અવતા હતા.ભાઈ એ દિવસે તો 7 વાગ્યે IIM Ahmedabad પહોંચી ગયા અને ટોળી જમાવી નાખી.

IIM Ahmedabad એટલે જ્યાં India ના Intellectual ભર્યા હોય પણ એ જગ્યા એ રૂપ નીખરી ઉઠ્યું હતું. Harsh ત્યાં જોઈ ને આભો જ બની ગયો. પણ એની નજર જેને ગોતતી હતી તે દેખાય ન હતી. એને જો ત્યારે કોહીનૂર આપ્યો હોત ને તો પણ કચરા ની ટોપલી માં નાખી આવતે. ઘણી વખતે એવું બને કે જેને જોવા થનગનતા હોઈએ એ ન મળે તો…..

Harsh એ જે loop બહુ વર્ષો પહેલા બંધ કર્યો હતો એને એ પાછો જગાડી રહ્યો હતો. કેમકે લાગણી ઓ ને ક્યાં સરનામું જોઈએ છે.એ તો ફક્ત આવી ને દસ્તક આપી જાય છે. Harsh ના ચક્કર ને IIM Ahmedabad ભાવ ન હતું આપતું. એણે ઘણું જોવાનું ગુમાવ્યું ફક્ત એક ઝલક મેળવવા માટે. કેમકે તેણે આટલી મહેનત ફક્ત એને ચણિયાચોળી પહેરી ને જ્યારે એ હીંચ લે ત્યારે તેનાં છલકાઈ જતાં જોબન ને માણવા નો ઈરાદો હતો પણ આખરે IIM Ahmedabad એ એને નિસાસા ને સિવાય બીજુ કાંઈ ના આપ્યું.

Harsh કાઈ ગાંજ્યો જાય એમાનો તો હતો નહીં. એના sarcastic mind એ તરત જ IIM Ahmedabad નો એક loophole શોધી કાઢ્યો કેમકે IIM Ahmedabad ને ખબર ન હતી કે એક જૂની ચાહત સાથે પનારો પાડી રહ્યું છે, નહીં કે કોઈ Intellectual સાથે.

Harsh એ તરત જ story post કરી. એનો વિશ્વાસ હતો કે તે પણ IIM Ahmedabad માં જ હશે અને એણે પણ આ observation લીધું હશે.

અને અહીં થી ચાલુ થાય છે આ કિસ્મત નો ખેલ.

Harshita નો story પર reply આવે છે.

Harshita- અરે આમ ના લખાય બે IIM Ahmedabad ની ઈજ્જત રાખ કાંઈક.😂

Harsh – અચ્છા એમ કે. તું પણ ત્યાં જ હતી. મેં જોયી હતી તને પણ #metoo ના લેબલ ના લાગે ને એટલે તને મળવા ના આવ્યો.😂

(Harshita- આની તો હમણાં કહુ એ.સાલા ને સામે આવી ને વાત કરતા ફાટે છે અને પાછો #metoo ની પત્તર ખાંડે છે. જવા દે ને યાર હજુ આ market માં નવો લાગે છે.)

Harshita- મને પણ લાગ્યું હતું કે મેં તને જોયો હતો પણ હુ ચોક્કસ ન હતી એટલે પછી બોલાવ્યો નહીં.

(Harsh- તને ગોતી ને આંખો પહોળી કરી નાખી પણ એક તું છે જે જોયા પછી પણ નથી બોલાવ્યો)

Harsh – અરે કોઈ નહીં રે ફરી ક્યારેય મળી શું.

Harshita- 😉

Harsh – Okay Dear catch u later.

(Harshita મરક મરક હસી રહી હતી. એણે Harsh ને ત્યાં ફરતા જોયો જ હતો અને એ sure હતી કે આ જ Harsh છે. પણ એના મન ની અંદર બીજી જ કોઇ ગડમથલ ચાલતી હતી. એનું એક પણ કામ એ વગર વિચાર્યે ન હતી કરતી.

Harsh જે human psychology ની ખાંડ ફાકતો હતો એમાં Harshita વર્ષો થી મહારથી હતી.

હવે આગળ જોઈએ કે શું થાય છે. અને Harshita એ એક sarcastic smile કરી ને મોબાઈલ નો data off કરી નાખ્યો.

To be Continue.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s