મૃગજળ સાથે ની વાતો-૪

પૂરી ભી હૈ, અધૂરી ભી હૈ. હમ દોનોં કી કહાનિ…… ના બોલ ગણગણતો Harsh આરામથી પગ લંબાવીને ધાબા ની ટાંકી પર બેઠો હતો. રોજે સાંજે અડધો કલાક હીંચકા પર ચા પીધા પછી તેને ધાબુ એક જૂની માશુકા ની જેમ યાદ આવતુ. Harsh રોજે એની બાંહો માં સમાઈ જાતો. College ચાલે રાખતી હતી.એના માટે આ જગ્યા એને ખુલ્લી આંખે સ્વપ્ન (dreams) દેખાડતી હતી. વાદળો ના આકાર હોય કે advertisement ના hording, તે બધા ને જોયા કરતો. આ જગ્યા એ એનું હસવાનું અને રડવાનું જોયું હતું.

અચાનક જ એને ચાનક ઉપડી અને એની college ની crush ના Instagram પર ફોટા જોવા લાગ્યો. એ madam તો એને ભાવ ન હતા આપતા પણ આ ભાઈ છેડો મૂકતા ન હતા. Harsh ને તો જે ગમી જાય એના Instagram ના ફોટા જોતો રહેતો પણ જો હરામ બરાબર વાત કરે તો. ઘટે તો બીજું ઘટે પણ ટણી ના જાય.😝

એવા માં જ Harshita ની story આવી અને એણે જોયું પણ કાંઈક વાત થાય એવું content લાગ્યું નહીં એટલે એણે reply ના કર્યો.

Harshita એ actually philosophy વાળું content મૂક્યું હતું. પહેલા તો Harsh એ એવું ધારી લીધું કે આ Harshita footage and cool દેખાવા માટે મૂકતી હશે. કેમકે social media માં એવા ઘણા મહાનુભાવો ફરતા કે જેમને ચણીબોર ની ખબર પડે નહીં પણ સરખો ભાગ માગે આવી વાતો માં.

Harsh ના મગજ વિચાર વાયુ પર ચઢી ગયું કે લાવ ને check કરીએ કે અધૂરો ઘડો છે કે ભરેલો ?😄

Harshita ની profile ખોલી ને ફરીથી એની story run કરી એને reply આપ્યો.

Harsh– અચ્છા એમ હોય કે?

Harshita એ મેસેજ seen કર્યો.એક perfect social media users જ આ tone ને ઓળખી શકે.

(Harshita-આને ખબર નહીં દરેક વાત માં ટાંગ અડાવા ની ટેવ છે.સાલા ને હવે લાગે છે મારે philosophy શીખવાડવી પડશે.)

Harshita– Intellectual minds ને track પર રાખવા માટે philosophy indeed છે. બાકી તો public પત્તર ઠોકી નાખે.

(Harsh- મગજ તો છે આના માં, philosophy પચાવી જાણે છે. સાલું આ બધા ને એક જ ત્રાજવે તોળવા ની મારી ટેવ ખોટી છે. પણ આને philosophy કેમ ગમે છે. આ પાર્ટી સાલી sample size ની બહાર જાય છે. Weird લાગે છે થોડું.…)

Harsh-એકદમ ચકાચક. આવી expectations ન હતી. કેમકે બધી છોકરીઓ માટે philosophy એક boring subject છે. તું exceptional નીકળી.

(Harshita-હવે ઉંટ પહાડ નીચે આવ્યો એટલે મસ્કો મારે છે. પણ હાલો કાઈ નહિ એને પણ લાગવું જ જોઈએ કે philosophy પર એણે એકલા એ ઠેકો નથી લઈ રાખ્યો.)

Harshita-થાય થાય બકા જીવન માં પહેલા અનુભવ થાય.

(Harshપહેલા અનુભવ ની માસી.)

Harsh એ મેસેજ ને લાઈક કરી ને મૂકી દીધો. એની ટેવ જ હતી કે conversation તો આપડે જ પૂરૂં કરવા નું.

****

Harsh અને Harshita નું back ground અલગ હતું પણ આ ફાની દુનિયા ની અંદર એક જ એવી ભાષા હતી જે એક same ground ની અંદર એક બીજા ને connect કરતી હતી. એ ભાષા નું નામ હતું કટાક્ષ અને નોસ્ટાલજીઆ. ઘણી વખત એવું બનતું કે આખા Instagram ના followers ને સમજાઈ નહીં એવી વસ્તુઓ પર ફ્ક્ત એ બે જણા જ હસતા હોય. એમાં ક્યાંય જૂનો સેવો પાડવા નો સંચો હોય અથવા તો philosophy.એમની વાતો નું લેવલ ક્યારેય high થયી જાતું.

પણ ખરો turning point ત્યારે આવ્યો જ્યારે એમણે ઘણી બધી વાતો ની કબૂલાત કરી. વાતો પહેલા તો stories અને એના sarcastic કે philosophical content લગી જ રહેતી પણ હવે એક level up અાવ્યા હતા.

વાત એમ હતી કે Harsh માટે philosophy એ ભગવાન હતી પણ મજાક મસ્તી ના nature ને કારણે એ બહુ load આપતી stories ન હતો મૂકતો. એના કરતાં એ humour ના થકી જ લોકો ને philosophical content સમજાઈ જાય એવી stories મૂકતો.

(Harsh ના મતે તમારો ભૂતકાળ જ તમારી માટે humorous content બનાવી શકે છે. તમારી મરજી કે તમારે એ ખરાબ મોમેન્ટસ ને યાદ કરી ને હેરાન થવુ છે કે પછી એમાં થી sarcastic વાતો શોધી ને એમાં થી મજા લેશો.)

Harshita એ એક education અને philosophy પર એક post મૂકી, હવે તો એને પણ ખબર હતી કે આ Harsh નો રીપ્લાય આવશે જ.

(Harshita ને ક્યાં ખબર હતી કે એમની દરેક વાતો કેમ એકબીજા ને આટલી મેટર કરે છે.Harsh એ story પર રીએક્ટ કર્યું. )

Harsh– લાગે છે કે philosophy એ higher education ની side effect છે.

(Harshita-નવરીનો જ છે આ. પણ ધાર્યું હોય એના થી અવળા જ જવાબ આપે છે. બાકી તો સાલા line મારવા માથી જ ઉંચા નહીં આવતા.)

Harshita-Good For you. તું blog લખે એટલે તારે philosophy જરૂરી છે.

(Harsh-આ મેડમે blog જોયો છે ખરી‌.લાગે છે કે fan base update થઈ ગયો.)

Harsh– અરે પણ writing એ philosophy ની side effect નથી.

Harshita– મે બે પોસ્ટ વાંચી હતી. To the point હતી.પણ મારા ખ્યાલ થી તો લખવા માટે philosophy જરૂરી છે.

Harsh– તુ કોને follow કરે છે આમાં……

Harshita– એવું કાંઈ ખાસ આમ નહીં પણ ગમે યાર follow કરવું.

(એલા Harsh આણે તો યાર કીધું બે લા પૂછી જ લે હવે તો😂. આવા signals મગજની અંદર આવે. પણ જે વાત ચાલતી હોય એમાં ધ્યાન રાખવું, નહીં તો ભોઠાં પડશો )

Harsh– તું બે Rolf dobelli ની એક book follow કરજે, માલ વસ્તુઓ explain કરે છે.

Harshita – નામ તો મોકલો.

Harsh– The Art of thinking clearly.જ્ઞાન,પૈસો અને પાણી વહેતા સારા. આ લાઈન તને લાઈનો મારવા માટે નથી. એટલે બકા creep નો સમજતી.

(Harshita-અરે યાર. લાવો આને જરાક clarification આલી દઈએ )

Harshita– એલા હું કાંઈ judge નથી કરતી. તું તારે બિન્દાસ બોલ.

(Harsh-ચાલો આ ભીડની અંદર સથવારો તો છે.)

Harsh– અરે યાર past experience.બધી છોકરીઓ ન સમજે. તારૂં લેવલ જોઈ ને લાગતું હતું કે તને સમજાય જાશે.પણ ખાતરી કરી લેવી સારી.

Harshita-હા બે એ તો રેવાનું. બધાને ખબર ના પડે. પણ તમારા જેવું કોક તો હોય જ એટલે એવા જોડે જ share કરાય.

Harsh– હા તો હવે થી તારુ માથું ખયે. 😂😂

Harshita– હોવ ખાજે. બધે આપડા જેવા loader બહુ નહીં મલે તને. હરી ફરી ને એકાદ-બે જ હશે.

Harsh– યે તું સહી લાયી રે.

Harshita-તો પછી મળતા રહેજો. Philosophy માટે 😂

Harsh-હા લી. તું કે હું તો ready જ છું.😜😝

Harshita – 😅😄

****

આ વાતો એમના માટે એક turn હતો. કે જેમાં તે એક બીજા પર વિશ્વાસ કરતા થયા હતા. કેમકે સામે મોઢે ન મળેલા વ્યક્તિ કરી રીતે એક બીજાનો ભરોસો કરે.પણ અહીં વાત અલગ હતી.

Harshita ના મન માં એક જ ગડમથલ ચાલતી હતી. કે આને અમુક point પર લાઈન મારવા મળે છે તો પણ નથી મારતો. સાલા ને આવડે છે પણ acting કરે છે અથવા તો ખાલી બણગાં ફૂંકે છે. પણ સાલુ bluff કરતો માણસ એક point પર તો એની ઔકાત બતાવી જ કાઢે. કેમકે Harshita ને સામે વાળા ના પેટ ની વાત નીકાળવા ની trick ખબર હતી.પણ અહીં scene અલગ હતો. વાતો કોઈ ચોક્કસ અપેક્ષાઓ ને કારણે થયી હતી કે natural હતી એ બાબતે તો બન્ને પક્ષો અજાણ હતા.

Harsh એ એની જૂની ડાયરી ખોલી અને 2014 ના રોજ લખેલું એક page વાંચવા લાગ્યો…..

Harshita ના ધાર્યા કરતાં આ package અલગ જ નીકળવાનું હતું.😄

To be Continue………

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s