મૃગજળ સાથે ની વાતો-૫

Harsh શૂન્યમનસ્ક નજરે એની જૂની ડાયરી ના પેજ વાંચી રહ્યો હતો.એણે એના દસમાં ધોરણ ની અંદર ડાયરી લખવાની ચાલુ કરી હતી.જીવન ના પ્રસંગો ને એક વાર્તા નું સ્વરૂપ આપી ને લખતો રહેતો હતો.જ્યારે એની સાથે કોઈ વાતચીત કરવા માટે ન હોય, ત્યારે આ ડાયરી એની દોસ્ત બની ને એની વાત સાંભળતી. કેમકે એ ડાયરી એ એને કદી ફરીયાદ ન હતી કરી. Harsh ની ડાયરી માં અમુક જ પાત્રો ને સ્થાન મળ્યું હતું.કેમકે એના હ્રદય ની નજીક હોય એવા લોકો નો‌ જ સમાવેશ થતો હતો. એવા પણ ઘણા હતા, જેમની જાણ બહાર તેઓ Harsh ની ડાયરી નો એક મજબૂત ભાગ બની ગયા હતા.

અચાનક જ Harsh ની નજર એક પેજ પર આવી ને અટકી ગયી. એ તરત જ એની school ના play ground પર પહોંચી ગયો.એ સમય ચિત્રો બની ને એની આંખો ની સામે તરવરી ઉઠ્યા. જાણે ગઈકાલે ની વાત ના હોય.

Harsh ઓ Harsh……સાંભળે છે…… મમ્મી ની બૂમ એ Harsh ના વિચારો માં ખલેલ પહોંચાડી.

બેટા જરાક ઘંટી એથી 500 ગ્રામ બાજરી નો લોટ લઈ આવ તો.

Harsh નું મોઢું બગડી ગયું અને એણે ડાયરી ને બંધ કરી ને મૂકી દીધી. ઘરમાં બધા ને ખબર હતી કે Harsh ડાયરી લખે છે પણ કોઈ એ કદી વાંચવા ની હિંમત ન હતી કરી. Harsh ની strict વોર્નીંગ હતી કે કોઈ એ પણ આ ડાયરી ને હાથ ન લગાડવો બાકી જોવા જેવી થશે. ઘરના‌ લોકો પણ એની એ privacy પર તરાપ ન હતા મારતા.

Harsh એ પેન્ટ પહેર્યું અને નીચે ઊતરી ને ઘંટી એ લોટ લેવાની લાઈન માં ઊભો રહ્યો. એક છોકરી ઓની બાજુમાં આવી ને ઉભી રહી અને એણે મોઢા પરથી દુપટ્ટો હટાવ્યો અને અણછાજતી નજર નાખી Harsh પર, પણ એ તો ખબર નહીં બીજા જ parallel universe ના વિચારોમાં ખોવાઈ ગયો હતો. મોડે મોડે Harsh નું ધ્યાન ગયું પણ ત્યારે smile ની exchange કરવા નો time જતો રહ્યો હતો. Harsh ને પણ થયું કે મસ્ત લાગતી હતી. ક્યાં યાર આ જૂની યાદો ના ચક્કર ની અંદર મેં મોકો ગુમાવ્યો.😂

બીજું કાંઈ કરી તો લેવાં નો ન હતો પણ આ તો પારકી છોકરીઓ ના આંખો માં જોવા ની ટેવ પડે તો confidence બને. બાકી તો ઉખાડી તો એ કાંઈ લેવાં નો ન હતો.

પોતાના નસીબને કોસતો અને મન માં વિચારો ના ધોધ ને લઈ ને Harsh પાછો આવ્યો ઘરે.

Harshita સાથે અમુક બાબતે વાતો થતી હતી. ક્યારેક નવી seasons ની અથવા તો બુક ની. એમની વાતો નો ટોપિક સમય બહુ લેતો. ઘણી વાર Harshita ના રીપ્લાય ૫ થી ૬ કલાકે આવતા પણ Harsh દર વખતે સ્થિતપ્રજ્ઞ માણસ ની જેમ બે જ second માં reply આપી દેતો.😂😂

Harshita ની લાઈફ માં અલગ જ વસ્તુ હાલતી‌. Architecture ની અંદર એને travelling પણ બહુ જ રહેતું અને પ્રોજેક્ટ પણ એટલા જ રહેતા. મોડેલ ડીઝાઇન કરવા થી માંડીને એને રીયલ લાઇફમાં લાવવા સુધી ની જફામારી રહેતી.

એવા માં જ Harshita ને Europe જવા નું થયું. એમના selected students ના ગ્રુપ ને Europe ની સ્થાપત્ય શૈલી એટલે કે architecture નો અભ્યાસ કરવા નો હતો. Harshita નું dream હતું એ અને ટોટલ ૧૫ દિવસ નો પ્રવાસ હતો. Harshita એ તો packing કરી ને બધું તૈયાર કરી લીધું હતું. Flight ની અંદર બેસતા પહેલા એમના ગ્રુપ નો પિક્ચર એણે Instagram પર નાખ્યો અને આ બાજુ તો આગ લાગી ગઈ હતી.😅

Harsh એની post જોઈ ને ચીડાઈ ગયો કે ખબર નહીં એને શું થયું ?

Harshita એ enroute to Europe લખ્યું હતું. Harsh એ બે વાર story run કરી. એટલે થી ન ધરાયો તો એણે story ને pause કરી ને ધ્યાન થી એની details જોવા માંડ્યો. In short આ ભાઈ ને એવું થયી ગયું હતું કે મારી સાથે વાત પણ ના કરી આણે.કે હું જાઉં છું. મેં ક્યાં એને રોકવા નો હતો. પણ બે હું છું કોણ એને રોકવા કે પૂછવા વાળો. મને કહેવું થોડું જરૂરી છે. પણ યાર ખાલી વાત કરી હોત તો પણ ચાલતે.☹️

Harsh ને પોતાની વાતો પણ ન હતી સમજાઈ રહી. મન ના બે ભાગ અલગ અલગ પોઈન્ટ થી બાખડી લે એ તો એને પણ ખબર હતી,પણ અહીં તો ત્રણ થી ચાર વાતો સામે આવતી રહી હતી. Harsh એ mobile ને bed પર ફેંક્યો અને હીંચકા પર જતો રહ્યો. એને ખુદ ને ન હતી ખબર પડતી કે Harshita ના યુરોપ જવા ને કારણે એની સાથે કેમ આવું થયી રહ્યું છે. એ જતી હતી એની સામે વાંધો હતો કે એને કીધા વગર ગયી એટલે એને ખૂંચ્યુ હતું.

હવે મજાની વાત એ હતી કે એક જ શહેરમાં રહેતા હોવા છતા તેઓ કદી એક બીજા ને મળ્યા ન હતા.પણ આજે એ શહેરમાં ન હતી તો એને અમદાવાદ પર એક રીસ ઉભી થયી હતી. અજબ ગજબ નું એનું મન હતું કે જેને આમને સામને મળ્યા પણ ન હતા પણ એના ન હોવાનો ખાલીપો એને લાગતો હતો.

Harsh એ આખા Europe ની સેર Harshita ની stories પરથી જ કરી હતી, પણ હરામ બરાબર એણે reply આપ્યો હોય. એને ખુદ ને ન હતું સમજાતુ કે Harshita ને ફરક પણ ન હતો પડવા નો છતાં પણ Harsh એના મગજના ઘોડા દોડાવ્યા જ કરતો હતો.

Harshita એ આખા યુરોપની ટુર ને મન ભરી ને માણી લીધી હતી અને એમની return flight હતી એક દિવસમાં. ત્યારે જ Harshita ની story પર એક notification આવી.

Harsh Gandhi replied to your story.

Harsh-કેટલા drawing બનાવ્યા…..

(Harsh– હવે એનાં થી વાત કર્યા સિવાય ન હતું રહેવાયું.એ સમજી ગયો હતો કે ભાઈ આમ એની trip વિશે મને ન કહેવાથી કાંઈ જગન ભડાકો ન હતો થયી ગયો.)

(Harshita-આમ તો આના reply મારી આખી યુરોપ ની trip માં નથી આવ્યા તો હવે કેમ પૂછે છે. બાકી Harsh નો રીપ્લાય ના આવે એવું ન બને. ખબર નહીં,હાલો વાત તો કરીએ)

Harshita– ઘણા બધા દોર્યા. હવે કંટાળી ગયી યાર. India યાદ આવે છે.

(Harsh– અહીં તારા વિચાર કરી ને મગજ ના તાર હલી ગયા અને તું છે કે. છોડ લા કેમ લોડ લે છે તું.)

Harsh– તો હાલ આવી જા પાછી.

Harshita– બસ કાલે flight છે. Packing જ હાલે છે.

Harsh– ક્યાં ક્યાં ફરી ને આવી…..

*****

Harsh ને તો એ ક્યાં ફરી ને આવી એનાં થી કાંઈ ફરક ન હતો પડ્યો.પણ એ પાછી આવાની છે એના વિચાર માત્ર એ એને રોમાંચિત કરી નાખ્યો. હવે પરીસ્થીતી માં તો કાંઈ ફરક નહોતો પડવા નો. ગઈકાલે પણ ન હતા મળ્યા અને આવતીકાલે મળશે કે નહીં એનું પણ fix ન હતું,પણ અહીંયા એક ને ખુશી India આવવા ની હતી તો બીજા ને એના આવવાની. કિસ્મત પણ અજબ-ગજબ નો ખેલ કરાવતી હોય છે ઘણીવાર. જેમાં ભૂતકાળ ની વાતો હરીફરીને તમારો વર્તમાન બનવા થનગનતી હોય છે. Harsh ની સાથે આવી જ કોઈ ઘટનાઓ બની રહી હતી.

*****

Harshita તો પાછી આવી ને એના routine માં ગોઠવાઈ ગયી હતી. Harsh ને પણ એના આવી જવાથી એ અજબ પ્રકારની શાંતિ મળી હતી. Routine ચાલે જતું હતું. SOCIAL MEDIA પર અજબ-ગજબ બકચોદી ફેલાવી રહ્યા હતા લોકો. જમાનો viral થવામાં માનતો હતો અને કેટલાં લોકો તો આ સંસારથી અજાણ ગુમનામ જીવન જ વિતાવી દેતા હતા. Harsh એ તો ઠેકો જ લઈ રાખ્યો હતો કે કોઈ પણ ઈશ્યુ આવે એટલે એક ઘા ને બે કટકા કરતી પોસ્ટ મૂકી જ દેવાની.

Harshita એ એવા માં એક પ્રેમની philosophy વાળું quote મૂક્યું એટલે હવે philosophy અને પ્રેમ આવે અને Harsh એનું જ્ઞાન ન બતાવે તો ભગવાન ને પણ એના creation પર શંકા જાય.😂

Harsh ને થયું કે આમાં તો જવાબ આપવો જ પડે.

Harsh એ Haha react કર્યું post ની ઉપર.

Harshita ને notification ગયી અને એ થોડી ચીડાઈ ગયી.

Harshita– આ સાચુ તો છે લા.🙄

Harsh– હશે પણ આ debatable પોઈન્ટ છે મૂકી દે. મારી philosophy અલગ છે.

(Harshita-વાતો તો એવી કરે છે જાણે શેખચલ્લી ની ઓલાદ હોય. લાવને જરાક મસ્કો મારીને આના પેટ ની વાત કઢાવીએ.આમે આ બધું બોલી જ દેશે.)

Harshita– લિ. જાણવા આતુર. Harshita.

હવે જુઓ આમાં Harsh નો કોઈ વાંક નથી. છોકરીઓ આવું કહે એટલે ભલભલા મોઢા માં થી ઓકી કાઢે. અને આમે છોકરી ની સામે બધા જ્ઞાની બનવા ઉતાવળ કરતાં હોય છે.

(Harsh– અરે જાણવા આતુર. હું તો કૂદકા મારતો હતો બે. આમે આ બધું વાંચીને કોઈ ની સાથે share તો થતું છે નહીં. આને interest લાગે છે. હાલો ને જ્ઞાન ઝાડી દઈએ.)

Harsh– એમાં કેવું કે યાર પ્રેમ થાય એટલે જીવનના end સુધી હોય. પ્રેમ એટલે એવું નથી કે સામે વાળો એનો અસ્વીકાર કરે એટલે પતી ગયું. જો તમે કોઈ ને પ્રેમ કર્યો હોય તો એનું કામ નદી જેવું હોય ગમે તેટલા hurdles આવે પણ તે સમુદ્ર ને તો પહોંચે જ.

(Harshita– ધાર્યું હતું એના કરતાં નોખો નીકળ્યો આ તો. )

Harshita એ રીપ્લાય ન હતો કર્યો. કેમકે Harsh હજુ પણ type કરતો હતો.

Harsh– આમ તો મને પણ એક છોકરી ‌ગમતી હતી પણ મે એને ‌પૂછ્યુ પણ એની ના આવી. પણ મારી લાઈફ ની અંદ ભલે બીજી છોકરી આવે પણ મને તો એ મારી end of life સુધી એ ગમશે જ‌. મારે માટે પ્રેમ એટલે થયી ગયા પછી ભૂલી જવાની વસ્તુ નથી‌.એ તો અવિરત વહેતો જ રહે.

Harshita તો actually speechless થયી ચૂકી હતી‌. જે વાત ની અંદરથી એ Harsh ની ટાંગ ખેંચવા માગતી હતી‌. એમાં એ ખુદ ભરાઈ‌ ગયી હતી. એને મજાક કરવી હતી પણ એ ટાઈપ જ ન કરી શકી.

Harshita– તારી આ બેઉ વાત થી agree‌. પ્રેમ જો તમે ભેગા ન થઈ શકો તો પણ જીવતો જ રહેલો જોઈએ. સાથે રહેવું જરૂરી નથી.

Harsh– એ જ તો. પણ આ બધું લા લોકો નહીં સમજતા.

Harshita– અલા મૂક ને philosophy એ કાંઈ બધા ની ઔકાત ની વાત નથી. એના માટે પણ certain amount of intellect જોઈએ.

Harsh – એ તો છે‌ યાર…..

*******

આ બધી વાતો ને પતાવતા રાત ના ૧૦ વાગી ગયા. Harshita માટે આ એક સુખદ ઝટકો હતો કે આવી વાતો કરવા વાળું પણ કોઈ છે. એણે Facebook ખોલ્યું અને feed જોવા લાગી. ત્યારે જ Harshita ને notification આવી કે Harsh નો birthday છે.

Harsh ને રાત થી message આવવાના શરૂ થઈ ગયા હતા‌. પણ એ તો કોઈ બીજા ના જ મેસેજ ની રાહ જોઈ રહ્યો હતો. આખો દિવસ પસાર થયી ગયો પણ Harshita એ એને wish ન હતું કર્યું. Harsh ભલે આખો દિવસ ન વિચાર કરે પણ‌ એની birthday post પર એની લાઇક હતી જ એટલે એને ખબર હોવા છતાં એણે મેસેજ ન હતો કર્યો.

Harsh બધા ને મેસેજ પર રાત્રે નવ વાગ્યે thanks a lot ના reply કરી રહ્યો હતો. ત્યારે જ Instagram પર notification આવી અને જે નામ નો Harsh આખા દિવસ દરમ્યાન રાહ જોઈ રહ્યો હતો એ નામ સામે આવ્યું Harshita……

Harshita– Happy Birthday 😉.

Harsh આ emoji જોઈ ને થોડોક ચીડાઈ ગયો. કે આ જાણી જોઈને મોડો મેસેજ કરે છે….

Harsh– હું કાંઈ રાહ ન હતો જોતો તારા મેસેજ ની.😂

(Harshita- સાલા તારા reply 2 second ની અંદર આવી જાય છે. તારૂ typing તારી અધીરાઈ બતાવે છે પણ તું નહીં સુધરે.)😂

******

વાર્તા actually માં આ point થી શરૂ થાય છે.

To be Continue.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s