મૃગજળ સાથે ની વાતો-6

વાતો ના ઘણા પ્રકાર હોય છે. અમને તો આ virtual platform જ ગમે, કેમકે સામે વાળા ને તમારો mood judge કરવા નો મોકો જ ના મળે. તમે easily fake પણ કરી શકો. આમ તો આ virtual world ની અંદર ભલે તમે fake કરી શકો, પણ અહીં લાગણી ના તાંતણા બંધાય છે. સાવ એવું એ નથી કે અમને hypocrisy ની અંદર જીવવા ની ટેવ પડી ગયી છે. અમારી generation ને અપેક્ષા થી ઉપર ના સંબંધ ગમે છે. અમને સ્વાર્થ કરતા તડ અને ફડ વાળી વાતો ગમે છે. કોક ના ભાર તળે દબાયેલા સંબંધ કરતા તો એનું ન હોવું બહુ સારું છે.

હજુ પણ Harsh અને Harshita ની વાતો ચાલું જ હતી. Harshita એ સમય લાગશે એમ સમજી ને જ વાતો ચાલું કરી હતી. એને ખબર હતી કે આજે Harsh નો birthday છે, એટલે ઉડતી online મુલાકાત નહીં ચાલે.

વાતો તો એમની પટરી ઉપર આગળ ચાલું થયી ગયી હતી.

Harsh- અરે બકા ખોટું ન લગાડતી. Thanks a lot for your wishes.

(બીજા બધા ને thanks કહેતો ફરતો આ ટણપો પણ છોકરી ઓ જ્યારે birthday wish કરે ત્યારે જાણે આખો દિવસ નવરો હોય એમ વાતો કરવા લાગે. Another trick of starting conversations.😂)

(Harshita– નૌટંકી સાલા. ખેંચી લીધા પછી ભીનું પોતું મારે છે.🙄)

Harshita-અરે ના યાર આપડા ને ખોટું ન લાગે.

Harsh– હા એજ યાર કેમકે આ જમાનામાં subtle sarcasm વાળા લોકો નથી મળતા. જેમની અંદર dark humour ભરી ને પડી હોય.

Harshita– અરે હું પણ એ જ વિચાર કરતી હતી કે સાલું વાત થાય તો જ ખબર પડે. બાકી તો હું generally વાતો જ નથી કરતી આટલી, પણ same psycho મળે એટલે મોજ પડે.

Harsh– એ‌જ તો‌ બે. તને ભલે એમ લાગે કે મળ્યા નથી તો કાંઈ લોચો પડશે. પણ આપડા conversation safe જ રહેશે.

Harshita– હા બે હવે એટલો તો ભરોસો છે મને.

Harsh– હાલો મોડો તો મોડો આવ્યો તો ખરો.

Feat. ભરોસો 😂😂

Harshita– હા બે તારા હથોડા તારી જોડે રાખ.😜

Harsh– તને આજે કાંઈ કામ નથી લાગતું, પ્રોજેક્ટ પતી ગયા કે શું?

Harshita– અબે ઓય, આ જે શનિવાર છે એટલે load ના પોસાય મને. Weekendની અંદર chill જ મારવા નું.

******

વાતો તો ઘણી ચાલી એ દિવસે જેમાં એમની school થી માંડીને college આવી ગયી હતી.અમુક વાર્તા છે ને destiny drive કરતી હોય છે. જેનું steering આપણે ધારીએ તો પણ આપણા હાથમાં નથી રહેતું અને એજ તો મજા છે બધી વાર્તા ની.

Harshita ઘણી વખતે Harsh ના મેસેજ થી કંટાળી જતી હતી. કેમકે Harsh ને લપ કરવાની ટેવ પડી ગયી હતી. પણ Harshita ને એટલી ખબર હતી કે આ તો ખાલી વાતો કરવા જ આવે છે. કેમકે Harsh તો ફક્ત sarcasm અને અમુક philosophy ના contents પર જ ચર્ચા કરતો હતો. એટલે જ Harshita એને સહન કરે રાખતી હતી. બાકી તો એને કાંઈ પડી ન હતી પણ હવે friend હતો‌ એટલે કાંઈ કહેવાય એવું પણ ન હતું.

જ્યારે બીજી તરફ Harsh માટે સંબંધ ની વ્યાખ્યા અલગ હતી. એને બધી વસ્તુઓ ને યાદ રાખવા ની ટેવ હતી એટલે જ કદાચ એ વધુ હેરાન થતો હતો. Harshita હજુ પણ confusion માં હતી એનું મન એને કહી રહ્યું હતું એના past experience પરથી કે Harsh જોડે જરૂર એવી કોઈ વસ્તુ છે જે એ admit નથી કરી રહ્યો. બાકી Harshita ને અંદાજ લાગવા મંડ્યો હતો કે કાંઈક તો છે જ.

Harsh ને પણ ખબર‌ હતી કે પેલી irritate થાય છે એના થી પણ સામે વાળા ની સહનશક્તિ માપવા માં એને મજા આવતી હતી. એટલે જ એ સળી કરતો રહેતો હતો.😂

એવામાં Harshita ની એક પોસ્ટ આવી Instagram પર કે……हर मोड़ पर एक अंजान मिल जाता है।

હવે આમાં Harsh ને વાતો કરવી હતી અને એ shot મારવા ની ફીરાક માં હતો.

એણે reply કર્યો ‌કે હા મને પણ એક દિવસ મંદિર માં blue dress ની અંદર કોક અજાણ્યું મળ્યું હતું.

Harshita ઘરે આરામથી લંબાવીને બેઠી હતી ત્યાં જ એના phone પર notification blink થયી. એણે કપાળ કુટ્યુ કે જો આ આવી ગયો પાછો.😏😂

(Harshita– મેસેજ વાંચી ને થોડી ભડકી કેમકે એ એજ dress હતો‌ જેમાં એ મંદિર પર ગયી હતી અને Harsh એને દેખાયો‌ હતો. એને લાઈટ થયી ગયી કે આણે મને જોઈ હતી‌ પણ ટણપો લાગ જોયી ને મેસેજ કરે છે. એક એક incident નો ઉપયોગ વાતો‌ કરવા માં કરે છે. લાવ જરાક એને પણ ભડકાવી એ.)

Harshita– અચ્છા મને પણ એક અજાણ્યો માણસ blue west પહેરી ને મંદિર ની અંદર જ ભટકાતાં રહી ગયો‌ હતો.

(Harsh– મેસેજ વાંચી ને એ પણ આઘોપાછો થયો. કે આનો તો મતલબ કે આણે પણ મને જોયો હતો‌. હું ખેંચવા ગયો પણ…..એની માં ને આતો back fire થયું.

Harsh એ 2 minute લગી તો વિચાર કર્યો કે શું type કરવું.)

Harsh – મતલબ કે આપડે બેઉં એ એક બીજા ને જોયા હતા.

Harshita– હા બકા તને હજી એક છોકરી ની નજરો નો અંદાજ નથી.

(Harsh– સપ્પાઈ ઠોકવા માંથી તો બેન ઉંચા જ નહીં આવતા.)

Harsh– તો બોલાવ્યો કેમ નહીં તે મને બે. મેં પણ વાત કરતે યાર. એટલા પણ ખરાબ નથી.

(Harshita– હવે ગયો આ. જરાક આની સળી કરવી છે. જોવો મોજ પડશે.)

Harshita– અરે એવું કાંઈ નહીં પણ બે આપડા ને વાતો કરતા ન ફાવે‌. તારે આવવું હતું ને પણ. આમ તો મેં તને ઘણી વાર જોયો છે.

(Harsh– આ party સાલી કોથળા‌ માંથી બિલાડું કાઢે છે. લાવ જરાક cross check મારીએ)

Harsh– જેમ કે ક્યારે ક્યારે.

Harshita– મે તને IIM Ahmedabad ના ગરબા વખતે પણ જોયો‌‌ હતો પણ તને બોલાવ્યો ન હતો 😂😂

(Harsh– harsh ના મગજ નો પારો વધી ગયો હતો. કે આને છે શું ? બધી વખતે જોયો પણ બોલાવ્યો કેમ નહીં મને ?)

Harsh– અરે ખાલી અવાજ આપ્યો હોત તો બંદા હાજર થયી જાત યાર.

Harshita– પહેલા તો કીધું કે આપડા ને conversation ચાલુ કરતાં ન ફાવે બકા.

Harsh– તુ પણ છૂપી રૂસ્તમ છો. Time આવે ત્યારે જ બોમ્બ ફોડે છે. આવા બીજા કેટલા incident છે.

Harshita– બીજા તો મેં તને signal પર ઉભો રહેતો જોયો હતો અને તને હાથ પણ કર્યો હતો પણ તારું ધ્યાન ન હતું. તું Activa પર blue shirt માં હતો.

(Harsh– હવે‌ તો harsh નું મગજ બહેર મારી ગયું હતું.કેમકે એને વિશ્વાસ ન હતો આવતો કે આણે હાથ કર્યો પણ મેં જવાબ જ ન આપી શક્યો.)

Harsh– અરે યાર મારું ધ્યાન નહીં હોય, બાકી signal ઉપર તો હું છોકરી ઓ જ જોતો હોઉં છું.સારી દેખાય તો આપડી નજર પડે જ.

(Harshita– હા એટલે ‌જ‌ તને હું નતી દેખાઈ એ દિવસે😏)

Harshitaમને attractive દેખાવા માટે નો કોઈ શોખ નથી. હું simpler દેખાતી હોશે એટલે જ તારૂં ધ્યાન બીજી છોકરીઓ માં હશે.

(Harsh– આ reply વાંચી ને એના રોમ એ રોમ માં આગ લાગી ગયી પણ હજુ એની સાથે share કરવામાં એ ગૂંચવણ અનુભવતો હતો.)

Harsh – અરે યાર એવું કાંઈ નથી. મારું ધ્યાન genuinely નહીં ગયું હોય. બાકી તને ઓળખી જ જાત. આમે તને ઘણી વસ્તુઓ ની ખબર નથી એટલે રહેવા દે.

Harshita– તો કહે ને તું. બધું છુપાવવી ને રાખો તો કેમનું હાલે.

Harsh – તો લે સાંભળ. 5th standard ની અંદર school છૂટી ગયા પછી હું મારા દોસ્તો ની સાથે દોડ પક્કડ રમતો હતો. અચાનક જ એક જણા નો ધક્કો વાગ્યો અને હું પડી ગયો હતો‌. સાહેબ બોલશે એના ડર થી દોસ્તારો ભાગી ગયા. મને પગ માં વાગ્યું હતું. ત્યારે જ એક હાથ આગળ આવ્યો અને એણે મને first aid ની મદદ કરી હતી. એ હાથ Harshita Madam તમારો હતો. યાદ છે તને ?

(Harshita-‌ આખો મેસેજ વાંચી લીધા પછી Harshita સ્તબ્ધ હતી. આટલો નાનો પ્રસંગ અને યાદ છે. મને તો કાંઈ યાદ નથી આવતું. પેલું barbie doll નું પણ આ લાવ્યો હતો. છે કોણ આ યાર? આને કેમ આટલું બધું યાદ છે.)

Harshita– ના બે મને તો યાદ નથી.

Harsh– કોઈ ના દેખાવ પરથી હું કદી કોઈ ને પણ judge નથી કરતો અને હજુ એવી ઘણી વસ્તુઓ છે જે‌ તને ખબર નથી એટલે રહેવા દે. બાકી જમીન સરકી જશે પગ ની નીચે થી.

******

Harshita ને એક કામ આવ્યું એટલે offline થયી ગયી‌, પણ એના મન ની અંદર થી સવાલો શમવાનું નામ ન હતા લેતા. મેં કોઈ ને first aid ની મદદ કરી હતી. મને યાદ કેમ નથી આવતું. Harshita વિચાર કરે જ રાખતી હતી કે આ છે કોણ અને આને આ બધું યાદ કેમનું રહી ગયું છે.

આ બાજુ Harsh ની ખોપડી ખસકેલી હતી. એમ તો કેની કહીં જાય કે ordinary લાગતી હોય એટલે ‌જ મારી નજર એની પર નહીં પડી હોય. એને ખબર‌ પણ છે કશી. મને એવું કહે છે કે એ સારી નથી દેખાતી એટલે મેં એને ન જોયી.

Harsh એ જ વાત ને અલગ-અલગ શબ્દો અને લાગણી ઓની અંદર મૂકી ને મનમાં loop ચાલુ કરી ને ઘમરોળી રહ્યો‌ હતો. એને ક્યાંય થી પણ ચેન નહોતું પડતું.

અને એવા માં જ Harshita નો મેસેજ આવ્યો.

Harshita– હા તું કહે. કાઈ હલી નહીં જાય.

Harsh– લાગે છે તને shock આપવો ‌જ પડશે.

(Harshita– ખાવું ઓછું પણ ભભરાટ ઝાઝો છે આને)

Harsh– Hold tight. તું સમજે છે એટલે share કરું છું. બાકી હસી લેવામાં પણ છૂટ છે 😂

Harshita– તું આવા દે. મેં બહુ load લીધાં છે લા‌.

(Harsh– એના કબાટ માં થી diary કાઢી અને એના page 34 પર જઈ ને ઊભો રહ્યો. એક ફોટો પાડી ને એણે મોકલ્યો. Harsh ને થયું કે યાર રહેવા દે પણ હતી તો‌એ જૂની ચાહત. એણે મોકલી જ દીધો.)

(Harshita– એણે page વાંચવા ની શરૂઆત કરી. Diary ની અંદર તારીખ તો 2011 ની બતાવતી હતી. વાંચતા Harshita ને લખેલા શબ્દો પરથી અંદાજ લાગવા લાગ્યો કે આ ખરેખર એણે એની teenage દરમ્યાન લખ્યા લાગે છે. કેમકે લખવા ની શૈલી એકદમ માસૂમ બાળક જેવી હતી. એને તરત જ અંદાજ આવી ગયો કે Harsh bluff નથી રમી રહ્યો અહીં.

એણે એની ઈચ્છા અને શું કરવું હતું એ લખ્યું હતું.અચાનક જ એક એવું વાક્ય સામે આવ્યું કે Harshita હલી ગયી વાંચી ને.

“મારે GF પણ બનાવી છે પણ મને વાત કરતા શરમ આવે છે. મને Harshita ગમતી હતી ૫ માં ધોરણમાં……

પણ હું શરમાઈ જાતો એટલે મેં એની સાથે વાત પણ ન હતી કરી…….

Harshita ને સમજાઈ ન હતું રહ્યું કે આને જવાબ કેમનો આપવો. આમ તો ઘણા આવી ને કહી ગયા હતા પણ આ તો diary નું proof લઈ ને આવ્યો હતો. અરે યાર હવે શું કરવું અને ત્યાં જ Harsh નો ફરીથી મેસેજ આવ્યો.)

Harsh– કેમ લાગ્યો ને shock ? હસી લેજે તું તારે કેમકે હું પણ આ લખ્યા પછી રોજે હસતો હતો.

Harshita– હા તો ઝાટકો તો લાગે જ ને. તું યાર અચાનક આવા બોમ્બ ફોડે છે પાછો. પણ મજાની વાત એ છે કે તને પેલી બીજી છોકરી પણ ગમતી હતી.😂😂

Harsh– ઓયે party.

Harshita– અરે એમ નહીં.

Harsh– એવું મને લાગતું હતું કે સામે થી response હશે પણ જો તે એને કીધું તો ગઈ તું.

Harshita– અરે ના બે. આ રાઝ મારી સાથે જ જતો રહેશે.😂😂😂

Harsh– તો ઠીક. તું એક કામ કર ચાંપલી ઘર ની બહાર ચાર રસ્તા પર જઈ ને મોટે થી હસી લે.😆

Harshita– અરે માફ કરજે પણ મને બહુ હસું આવે છે. Literally 5th standard થી.

Harsh– ઓયે party feeling pure હતી. એમાં મજાક ન જોઈએ 😂

(Harshita– અરે યાર આને signal આપી ને પાછો સયાપ્પો નહીં કરવો. બહું થયું હવે તો.)

Harshita– અરે હોય બે. નાનપણ માં એવું થાય પણ તને સાલા બહું જલ્દી થયી ગયું. Literally 5th standard.😂

Harshએ વખત થયું પણ એ pure હતું કેમકે એ વખતે નહતી દુનિયાદારી ની ખબર પડતી કે છળકપટની. ભલે relationship અને marriage ને સમજવા માટે મન પુખ્તતા ધરાવતું ન હતું, પણ એ ખેંચાણ તો હું આજે પણ ગોતું છું ને તો મન સરવાળા-બાદબાકી ની ચાલ લાગણીઓ સાથે રમે છે. એ વખતે લાગણીઓ ગણતરી કરીને નહતી આવતી અને આજે તો બકા ગણતરી જ કરે રાખે છે.

(Harshita– આ કેમ ભારે વસ્તુઓ ને સરળ બનાવી દે છે. હું આવી‌ વસ્તુઓ ને અઘરી સમજી ને એનાથી દૂર રહેતી હતી પણ આ છે કે એને સરળ બનાવી ને કેમ મને એ વસ્તુ સમજવા માટે મજબૂર કરી દે છે.)

Harshita– બહું જબરદસ્ત analysis છે બકા. હું પણ સમજુ છું આ વાતો ને પણ બસ ફ્ક્ત તારી જેમ explain નથી કરી શકતી.

Harsh– આમ તો તને આ વાત કરતો જ‌ નહીં પણ તારા એ વાક્ય એ મને મજબૂર કરી નાખ્યો.

“હું ordinary દેખાઉં છું, એટલે હું તને ઓળખી ન શક્યો signal પર.”😉

અરે આમ કેમ મારી જ choice મને કહીં જાય કે તે ordinary છે. મને ન પોસાય એવું. મારું selection ordinary ના હોય.😃

(Harshita– 🥰🥰)

Harshita– અરે ક્યાં બાત. પણ ચાલો આ જમાનામાં કોકને તો ગમુ છું. I mean કે ગમતી હતી.😂

(Harsh– તારી હમણાં કહું એ, sarcasm કરે છે પાછી.)

Harsh– ના રે ના હજું એ ગમે જ છે. 😂😜

PS અહીં હું line મારું છું.

Harshita– અરે જોરદાર 😊. અરે કાંઈ નહીં બે હવે તો કાંઈ ફરક નથી પડતો. આપડે જેવા હતા એવા જ રહીશું. મારી વાતચીત નહીં બદલાય.

Harsh– બદલાઈ જાય તો જતી રહેજે. મારે કેટલા ટકા. 😂

PS desperate હું પર મુંહ પે નહીં બોલુંગા.🤣

Harshita– હા બે ચિબાવલા. જતી રહે ને તો તું જ મેસેજ કરી ને પત્તર ખાંડે.😂

Harsh– અબે ઓ મેડમ project પર ધ્યાન આપો. મારી લાહ્યમાં dimensions ખોટા ન આપી દેતી. 😂

Harshita– જતી રઈશ.

******

આ વાતો કાંઈક એવી જ હતી. જેમાં philosophy અન sarcasm એક બીજા સાથે મળીને એક યુતિ બનાવતા હતાં. ક્યારેક ગંભીર તો ક્યારેક હસાવનાર સંબંધ ટકે છે.

Harshita ના મન માં બધું clear થયી રહ્યું હતું ધીમે ધીમે‌. એનું ગરબા માં કોક ને શોધવું એની જૂની યાદો એને યાદ હોવી. એક એક કરી ને બધી events એના મન ની અંદર આકાર લઇ રહી હતી. એને હજુ પણ ન હતું સમજાઈ રહ્યું કે આ પહેલા વાત કરવા કેમ ન આવ્યો. હવે જ કેમ આયો. એની પાસે ખાસ્સો સમય હતો. છતાં પણ મારા મોઢામાં થી વાત કઢાવી આણે.

બીજી બાજુ Harsh પણ ભાર મુક્ત થયી ને બેઠો હતો. એના જીવન ની એક philosophy હતી. કે જેને ચાહતા હોય એને કહી દેવાનું. એની હા અને ના થી ફરક પાડવો ન જોઈએ. ચાહત એના મુકામે પહોંચી જાય એટલે બહું છે બાકી તો સૈફ પાલનપુરી ના શાંત ઝરૂખા જેવો પ્રેમ તેને નહતો ગમતો,કે જે એના મુકામે પહોંચે જ નહીં.ચાહત ને કદી પણ હા કે ના થી ફરક પડવો જ ના જોઈએ અને પડે ને તો‌ એની પર તમે અપેક્ષા નું આવરણ અને માલિકી ભાવ ચઢાવી દો છો. આનો મતલબ એમ પણ નથી કે સામે વાળો કે વાળી તમારી ચાહત ને my foot કહીં ને નવાઝે……

ના જરાય નહીં. આપણી ચાહત ને તો યુધિષ્ઠિર ના રથ ની જેમ જમીન પર અધ્ધર રાખવાની.ભલે એને સામે વાળો કે વાળી સમજી ન શકે તો એને એ લાગણીઓ ને hurt કરવા નો ઠેકો નથી મળી જાતો.

******

તું છે મૃગજળ મારા જીવનનું……..

શું લાગે છે કે વાર્તા આગળ વધી હશે કે નહીં ?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s